How To Apply For Driving Licence:1988 Motor Vehicle Act દ્વારા ભારતમાં વાહન ચલાવવાની ઈચ્છા ધરાવતા કોઈપણ વ્યક્તિને માન્ય ડ્રાઇવિંગ લાઈસન્સ બનાવવું ફરજિયાત છે.તમે ડ્રાઇવિંગ લાઈસન્સ મેળવી શકો તે પહેલાં,તમારે પહેલા શીખનારુંનુ લાઈસન્સ મેળવવું ફરજિયાત છે.તો પાકું ડ્રાઇવિંગ લાઈસન્સ કઢાવ્યા પહેલા તમારે શીખનારનાં લાઈસન્સ માટે અરજી કરવી પડે.ગુજરાતમાં Learning licence માટે ઓનલાઈન અરજી કરી શકાય છે તે ઓનલાઈન અરજી કરવી ખુબ જ સરળ છે અને તે બધા વય જૂથો માટે યોગ્ય છે
Ayushman Card Download Gujarat: જાણો આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવું?
Learning License માટે અરજી કેવી રીતે કરવી? તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
1) સૌપ્રથમ તમારે http://www.parivahan.gov.inવેબસાઈટ પર જવાનું રહેશે.
2) Licence Related Service માં Drivers/ Learners Licence માં જવાનું રહેશે
વર્લ્ડ કપના કારણે ડિઝની + હોટસ્ટારને થયો જબરદસ્ત ફાયદો
૩) પછી તમારે રાજ્ય Gujarat select કરવાનું રહેશે જે રાજ્ય માટે અરજી કરવી છે તે.
૪) ત્યારબાદ Apply For Learner Licence પર ક્લિક કરવાનું રહેશે.
૫) પછી તમને બધા સ્ટેપ જોવા મળશે કે learning licence માટે ના તો તમારે તે વાંચી ને Continue પર ક્લિક કરવું.
૬) હવે તમારે તમારું RTO select કરવું ત્યારબાદ તમારે જે કેમ્પ માં Learning licence માટે ટેસ્ટ આપવી છે તે ITI Select કરવાનું રહેશે.
૭) હવે E-KYC માટે તમારો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે અને તેમાં Generate OTP પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ, મોબાઇલ માં જે OTP આવે તે ત્યાં દાખલ કરવાનો રહેશે.
૮) OTP દાખલ કર્યા બાદ તમારી સામે Learner Licence માટે નું ફોર્મ આવશે જેમાં તમારે તમારી બધી વિગતો ભરવાની રહેશે.
જેવી કે, તમારું પૂરું નામ ,સરનામું ,જન્મતારીખ , blood group , મોબાઇલ અને કયા વાહન માટે અરજી કરો છો.
બધી વિગતો ભર્યા બાદ તમારે વાહન નો પ્રકાર select કરવા માટે નીચે મુજબ જોઈ શકો છો.
પહેલા class of Vehicle select કરવાનો રહેશે જે વાહન માટે લાઇસન્સ કરવાનુ હોઈ એ દા.ત.: ગેર વગર નું 2 વ્હીલર (MCWOG) , ગેર વાળું 2 વ્હીલર (MCWG) , ફોર વ્હીલર (LMV).
આ બધી વિગતો ભર્યા બાદ submit પર ક્લિક કરવાનું રહેશે
૯) Submit પર ક્લિક કર્યાબાદ તમારે નીચે મુજબ સ્ટેપ જોવા મળશે.
Learning licence નું ફોર્મ ભરાય જાય ત્યાર બાદ શું કરવું?
ઉપર દર્શાવેલ મુજબ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ કર્યાબાદ તમારી પાસે ફોર્મ download કરવા માટે આવશે તમારે Application Form ,Form no1 (self Declaration form) , LL Slot Booking, Fee Receipt ની તમારી વધી વિગતો જોવા મળશે અને તે બધું download કરી ને RTO લઈ જવાનું રહેશે.
અને ત્યાં તમારા તમામ જરૂરી documents ને verify કરશે પછી તમને computer ટેસ્ટ માટે મોકલવામાં આવશે.
જો તમે computer ની ટેસ્ટ માં પાસ થઈ જાવ તો તમને ત્યારેજ Learning licence આપી દેવામાં આવશે. પણ જો તમે તે ટેસ્ટ માં નાપાસ થાવ તો તમારે બીજી વખત ટેસ્ટ આપવાની રહેશે બીજા દિવસે તમે ટેસ્ટ આપી શકો છો. બીજી વખત ટેસ્ટ આપવા માટે ની ફી 50 રૂ. છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કેવી રીતે કરવી? | How to Apply For Driving Licence in Gujarat learning
licence આવી જાય પછી શું કરવું?
તમારી પાસે learning licence આવી જાય તેના એક મહિના પછી તમે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકો છો. (Driving Skill test). learning licence ની મર્યાદા ૬ મહિનાની હોઈ છે તમે ૬ મહિના ની અંદર અને એક મહિના પછી ગમે ત્યારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકો છો. અને જો learning licence ની મુદત પૂરી થઈ જાય તો તમારે ફરીથી બધી procces કરવી પડશે અને ફી પણ ફરીથી ભરવી પડશે.
learning licence આવ્યા ના એક મહિના બાદ તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે appointment લેવાની રહેશે.
અને જે તારીખ તમને appointment માં આવેલી હોઈ તેજ દિવસે તમારે ડ્રાઈવિંગ ટેસ્ટ માટે RTO માં જવાનું રહેશે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવા અને તમારું learning licence પણ લઈ જવાનું રહેશે. ત્યાં તમે RTO એ બધા ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના રહેશે અને પછી verify થયા બાદ તમે ટેસ્ટ માટે ડ્રાઈવિંગ ટ્રેક પર મોકલશે. અને પછી તમારે નિયમોનુસાર ડ્રાઈવિંગ ટેસ્ટ પાસ કરવાની રહેશે.
- જો તમે ડ્રાઈવિંગ ટેસ્ટ માં પાસ થાવ છો તો ૧ મહિના ની અંદર પાકું ડ્રાઈવિંગ લાયસન્સ તમારા એડ્રેસ પર પહોંચી જશે.
- જો તમે ડ્રાઈવિંગ ટેસ્ટ માં નાપાસ થાવ છો તો તમારે ફરીથી ટેસ્ટ આપવી પડશે appointment લઇને.
- ફરીથી ટેસ્ટ આપવામાં માટે તમારે રૂ. ૩૦૦ ઓનલાઇન ભરવાના રહેશે.