શું બાદશાહને ડેટ કરી રહી છે મૃણાલ ઠાકુર? સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચા વચ્ચે સિંગરે આખરે કર્યો ખુલાસો, જુઓ વિડીયો

લોકો બાદશાહ અને મૃણાલ ઠાકુર વચ્ચેના અફેરની અટકળો લગાવી રહ્યા હતા. જો કે હવે બાદશાહે મૃણાલ સાથેના તેના અફેરના સમાચારોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.

ફેમસ સિંગર અને રેપર બાદશાહ અને અભિનેત્રી મૃણાલ ઠાકુર આ દિવસોમાં તેમના સંબંધોની અફવાઓને કારણે ઘણી ચર્ચામાં છે. તાજેતરમાં જ અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ બી-ટાઉનમાં દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં સુનીલ શેટ્ટી, શાહિદ કપૂર, કૃતિ સેનન સાથે રેપર બાદશાહ અને અભિનેત્રી મૃણાલ ઠાકુરે પણ હાજરી આપી હતી. આ પાર્ટીમાં બાદશાહ અને મૃણાલ હાથ પકડીને જોવા મળ્યા હતા.

એક પાર્ટીમાં બાદશાહ અને મૃણાલ હાથ પકડીને જોવા મળ્યા હતા. બંનેની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી. આટલું જ નહીં કેટલાક લોકો બાદશાહ અને મૃણાલ ઠાકુર વચ્ચેના અફેરની અટકળો પણ લગાવી રહ્યા હતા. જો કે હવે બાદશાહે મૃણાલ સાથેના તેના અફેરના સમાચારોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે.

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ અનુસાર, અભિનેત્રી મૃણાલ ઠાકુર તાજેતરમાં જ ઈશાન ખટ્ટર સાથે ફિલ્મ ‘પિપ્પા’માં જોવા મળી છે. રાજા મેનન દ્વારા નિર્દેશિત, આ ફિલ્મ 10 નવેમ્બરના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર આર્મી ઓફિસરની ભૂમિકા ભજવી રહ્યો છે. ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.

બાદશાહની વાત કરીએ તો તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા રેપર અને સિંગર છે. તેના ગીતો રિલીઝ થતાની સાથે જ સુપરહિટ થઈ જાય છે. બાદશાહના ગીતો અને રેપને YouTube પર લાખો વ્યુઝ મળે છે. સોશિયલ મીડિયા પર તેની સારી ફેન ફોલોઈંગ છે. બાદશાહને ઇન્સ્ટાગ્રામ પર 12 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે.

બાદશાહે મૃણાલ સાથેના અફેરના સમાચારોને સંપૂર્ણપણે ફગાવી દીધા. વાત એમ છે કે બાદશાહે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે લખ્યું છે – “પ્રિય ઈન્ટરનેટ, તમને ફરીથી નિરાશ કરવા બદલ માફ કરશો. પરંતુ તમે જે વિચારી રહ્યા છો તે બિલકુલ નથી.” આ નિવેદનની સાથે બાદશાહે એક હસતું ઇમોજી પણ ઉમેર્યું છે. આ પોસ્ટ દ્વારા બાદશાહે સ્પષ્ટ કર્યું છે કે તે અભિનેત્રી મૃણાલ ઠાકુર સાથે કોઈપણ પ્રકારના સંબંધમાં નથી . બાદશાહની આ પોસ્ટ પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Leave a Comment