Monkey Viral Video: ભારત હોય કે અન્ય કોઈ દેશ,ખોરાકના અભાવે વાંદરાઓ તોફાન દરેક જગ્યાએ જોવા મળે છે.સોશિયલ મીડિયા પર આવા ધણા વિડિયો વાઇરલ થયા છે.જેમાં વાંદરાઓ લોકોને પરેશાન કરતા જોઈ શકાય છે.તાજેતરમાં,આવો જ એક વિડિયો વાઈરલ થયો છે,જેમાં ભોજન ન મળવા પર વાંદરાઓ લોકોનો ફોન અને ચશ્માની ચોરી કરતા જોઈ શકાય છે.
વાંદરાઓ ખૂબ જ તોફાની હોય છે અને ઘણીવાર પ્રવાસી સ્થળો (Tourist Spots) પર અજાણ્યા લોકો પાસેથી વસ્તુઓ છીનવતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે, જેમાં વાંદરાને મનાવવા માટે લોકો કંઈ પણ કરવા તૈયાર થઈ જાય છે, કારણ કે વાંદરો તેમની કિંમતી સામાન લઈને ભાગી જાય છે. વાંદરાઓ દ્વારા કરવામાં આવતી આ એક સામાન્ય પરંતુ તોફાની આદત છે. જો કે, એવું લાગે છે કે બાલીમાં ( Bali ) એક વાંદરાએ અલગ અભિગમ અપનાવ્યો છે. વીડિયો જોઈને લાગે છે કે તે ( Bargaining ) ભાવતાલ કરી રહ્યો છે અને તે શીખ્યા બાદ તે તેને મનુષ્યો પર અજમાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વાંદરાએ માત્ર એક મહિલાનો ફોન ચોર્યો ( Phone Steal ) જ નહીં પરંતુ બાદમાં ડીવાઈસ બદલામાં તેની પાસેથી ખાવાનું પણ માંગ્યું. વીડિયોમાં મહિલા પ્રવાસી તેને એક ફળ આપે છે, પછી પણ તે નથી માનતો બાદમાં મહિલા તેને બીજું ફળ આપે છે. આ પછી વાંદરો મહિલાનો ફોન તેને પાછો આપે છે. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
In Bali, monkeys learned to steal phones and eyeglasses to negotiate them for food. pic.twitter.com/TGnZKUFyDP
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) November 22, 2023
વાયરલ થઈ રહેલા આ વીડિયો પર લોકો પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકોને આ વીડિયો ઘણો ફની લાગી રહ્યો છે. તે જ સમયે, હજારો લોકોએ તેના પર ટિપ્પણી પણ કરી છે. એક યૂઝર્સ લખ્યું, ‘માત્ર બાલી જ નહીં, દરેક જગ્યાએ આ સ્થિતિ છે.’ અન્ય એક યૂઝર્સ લખ્યું, ‘આ વાંદરો લોકોને કંઈ પણ કરી શકે છે.’ અન્ય એક યૂઝર્સ લખ્યું, ‘આ વાંદરો ખૂબ જ તોફાની છે.’