ઋષભ શેટ્ટીની બહુ વખણાયેલી અને ભારતભરમાં અણધારી રીતે સફળ થયેલી ફિલ્મ ‘કાંતારા’ના બીજા ભાગનું શૂટિંગ આવતા મહિનાથ શરુ થઈ જશે.
ભાગ બે વાસ્તવમાં પહેલા ભાગની પ્રિકવલ હશે. પહેલા ભાગ કરતાં અનેક ગણું બજેટઃ આગામી વર્ષના અંતે રીલીઝની સંભાવના.
બીજો ભાગ વાસ્તવમાં પહેલા ભાગની પહેલાંની વાર્તા હશે. એટલે કે તેમાં પહેલા ભાગના મુખ્ય પાત્રના પૂર્વજોની કથા દર્શાવાશે એમ માનવામાં આવે છે.
આગામી ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં શૂટિંગ પૂર્ણ કરી આવતાં વર્ષના અંતે રીલીઝ કરી દેવાનું પ્લાનિંગ હાલ થઈ રહ્યું છે.
પહેલો ભાગ બહુ લો બજેટમાં બન્યો હતો. એક્ટર તથા ડાયરેક્ટર સહિતની મોટાભાગની જવાબદારી ઋષભ શેટ્ટીએ એકલા હાથે ઉઠાવી હતી. જોકે, પહેલા ભાગની અણધારી અને રાષ્ટ્રવ્યાપી સફળતા બાદ બીજા ભાગ માટે નિર્માતાએ છૂટા હાથે બજેટ ફાળવ્યું છે. આથી, બીજા ભાગની પ્રોડક્શન વેલ્યૂ ખાસ્સી ઊંચી હશે. બીજા ભાગમાં વધારે એક્શન દૃશ્યો પણ સમાવવામાં આવશે.
સાઉથની ફિલ્મોમાં ‘બાહુબલી’ તથા ‘કેજીએફ’ એવી ફિલ્મો છે જેમના પહેલા ભાગ જેવી જ સફળતા બીજા ભાગને પણ મળી હતી.