Tiger 3 Box Office Collection: સલમાન ખાન અને કેટરીના કૈફની ફિલ્મ Tiger 3 બોક્સ ઓફિસ પર આશા પ્રમાણે ખરી નથી ઉતરી રહી. આ ફિલ્મે પાંચમાં દિવસે સૌથી ઓછી કમાણી કરી છે.
સલમાન ખાનની ફિલ્મ ટાઈગર-3 પાસેથી જે પ્રકારની આશા ફેન્સ કરી રહ્યા હતા. તેના પર તે ખરી નથી ઉતરી રહી. ફિલ્મની કમાણી પાંચમા દિવસે સૌથી નિચે રહી. સલમાન ખાનની છેલ્લી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ને દર્શકોએ સ્પષ્ટ નકારી દીધી હતી અને ત્યાર બાદ યશરાજ ફિલ્મ્સની આ સ્પાઈ યુનિવર્સ ફિલ્મ પર બધાની નજર હતી.
સંભવતઃ મેકર્સ આ ફિલ્મને લઈને ઓવર કોન્ફિકન્ટ હતા કે ફિલ્મી ફેન્સ તેના પર તૂટી પડશે અને અહીં જ તેમણે નાનકડી ભૂલ કરી નાખી. ફિલ્મને શુક્રવારે રિલીઝ ન કરીને મેકર્સે તેને દિવાળીના દિવસે રવિવારે રિલીઝ કરી.
જોકે સલમાનના ફેંસે દિવાળી હોવા છતાં આ ફિલ્મને સારી ઓપનિંગ આપી. પરંતુ આ વિકેન્ડ વધારે સારો જાત જો ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ હોત. આવો જાણીએ બોક્સ ઓફિસ પર Tiger 3ની કેવી છે સ્થિતિ.
પાંચમાં દિવસે Tiger 3એ કરી બસ આટલી કમાણી
એક રિપોર્ટ અનુસાર Tiger 3એ જ્યાં પહેલા દિવસે 44.5 કરોડથી ઓપનિંગ કરી હતી ત્યાં જ સૌથી વધારે કમાણી ફિલ્મે સોમવારે કરી જે 59.25 કરોડ રૂપિયા હતી. ફિલ્મે પાંચમાં દિવસે એટલે કે ગુરૂવારે ફક્ત 18.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કુલ મળીને તેણે 187.65 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
Tiger 3 290 કરોડના નજીક, પઠાણે કર્યું હતું 542 કરોડનું કલેક્શન
Tiger 3 વર્લ્ડવાઈડ કમાણીની વાત કરીએ તો ફિલ્મે 4 દિવસોમાં 270.55 કરોડ રૂપિયાની કમાણી કરી ત્યાં જ 5 દિવસોમાં તેણે 290 કરોડનો આંકડો સ્પર્શ કર્યો છે. જોકે ચોંકાવનારી વાત એ છે કે ફિલ્મે પાંચ દિવસોમાં પણ 300 કરોડનો આંકડો ટચ નથી કર્યો.
જ્યારે યશરાજ ફિલ્મ્સની ચોથી સ્પાઈ ફિલ્મ પઠાણ સાથે તેની તુલના કરીએ તો શાહરૂખ ખાનની આ ફિલ્મ 5 દિવસમાં 542.00 કરોડ રૂપિયા પાર કરી ગઈ હતી. ત્યાં જ આ ફિલ્મે 5 દિવસમાં ઈન્ડિયામાં 28.75 કરોડની કમાણી કરી હતી.