IDBI બેંક ભરતી 2023, ખાલી જગ્યાઓ : 2100, લાયકાત, પગાર અને અરજી પ્રક્રિયા: IDBI Bank Recruitment 2023

IDBI Bank Recruitment 2023:  IDBI Bank દ્વારા વિવિધ શહેરોમાં 2100 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ભરતી માં ઈચ્છા ધરાવતા ઉમેદવાર અરજી કરી શકે છે. આ લેખ માં IDBI બેંક ભરતી 2023 ની વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે IDBI Bank Bharti 2023 વિવિધ પોસ્ટની ભરતી માટે નીચે આપેલ છે. તેથી લેખ અંત સુધી વાંચવા વિંનતી.

IDBI Bank Recruitment 2023

ભરતી બોર્ડIDBI Bank Limited (IDBI)
પોસ્ટ નું નામજુનિયર આસિસ્ટન્ટ મેનેજર અને એક્ઝિક્યુટિવ
ખાલી જગ્યાઓ2100
ભરતી નું સ્થાનIndia
અરજી કરવાની છેલ્લી તારીખ06 ડિસેમ્બર 2023
અરજી કરવાની પ્રક્રિયાઓનલાઇન

ભરતી ની પોસ્ટ :

  • જુનિયર આસિસ્ટન્ટ મેનેજર અને એક્ઝિક્યુટિવ

કુલ ખાલી જગ્યાઓ :

  • ટોટલ : 2100

જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM), ગ્રેડ ‘O’: 800 પોસ્ટ્સ

  • જનરલ – 324 પોસ્ટ્સ
  • EWS – 80 પોસ્ટ્સ
  • OBC – 216 જગ્યાઓ
  • SC – 120 પોસ્ટ્સ
  • ST – 60 જગ્યાઓ

એક્ઝિક્યુટિવ – સેલ્સ એન્ડ ઓપરેશન્સ (ESO) (કરાર પર): 1,300 પોસ્ટ્સ

  • જનરલ – 558 પોસ્ટ્સ
  • EWS – 130 પોસ્ટ્સ
  • OBC – 326 પોસ્ટ્સ
  • SC – 200 પોસ્ટ્સ
  • ST – 86 જગ્યાઓ

શેક્ષણિક લાયકાત :

  • જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM), ગ્રેડ ‘O’– ઉમેદવારો કે જેઓ ભારતની કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી 60% માર્ક્સ (SC/ST/PH માટે 55% ગુણ) સાથે કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી ધરાવે છે તેઓ આ પોસ્ટ માટે પાત્ર હશે.
  • એક્ઝિક્યુટિવ – સેલ્સ એન્ડ ઓપરેશન્સ (ESO) – ઉમેદવારો કે જેમણે ભારતની કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી કોઈપણ પ્રવાહમાં સ્નાતકની ડિગ્રી લીધી હોય તેઓ આ પોસ્ટ માટે પાત્ર હશે.

પરીક્ષા ફી:

  • જનરલ / OBC / EWS – રૂ. 1,000/-
  • SC/ST – રૂ. 200/-
  • દિવ્યાંગ – રૂ. 200/-

ઉમર મર્યાદા :

01 નવેમ્બર 2023 મુજબ

  • ન્યૂનતમ – 21 વર્ષ
  • મહત્તમ – 30 વર્ષ

ઉંમર છૂટછાટ: નિયમો અનુસાર

Noકેટેગરીમહત્તમ વય છૂટછાટ
1એસસી/એસટી5 વર્ષ
2OBC3 વર્ષ
3વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ10 વર્ષ
4ભૂતપૂર્વ સૈનિકો5 વર્ષ
51984ના દંગાથી પ્રભાવિત વ્યક્તિઓ5 વર્ષ

પગાર ધોરણ

  • પ્રથમ વર્ષમાં રૂ.29,000/- દર મહિને

પરીક્ષા પદ્ધતિ:

Noપરીક્ષાનું નામકુલ પ્રશ્નોકુલ ગુણસમય
1Logical Reasoning, Data Analysis
& Interpretation
60602 કલાક
2English Language4040
3Quantitative Aptitude4040
4General/Economy/Banking
Awareness/ Computer/IT
6060

ભરતી ની પસંદગી પ્રક્રિયા:

  1. જુનિયર આસિસ્ટન્ટ મેનેજર (JAM), ગ્રેડ ‘O’ – માટે ઓનલાઈન ટેસ્ટ(OT), ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV), પર્સનલ ઈન્ટરવ્યુ (PI) અને ભરતી પહેલા પ્રિમેડિકલ ટેસ્ટ (PRMT).
  2. એક્ઝિક્યુટિવ -સેલ્સ એન્ડ ઓપરેશન્સ (ESO): માટે ઓનલાઈન ટેસ્ટ (OT), ડોક્યુમેન્ટ વેરિફિકેશન (DV) અને ભરતી પહેલા પ્રિમેડિકલ ટેસ્ટ (PRMT).

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી ?

  • સૌપ્રથમ ઉમેદવારોએ બેંકની સતાવર વેબસાઇટ www.idbibank.in જવાનું રહેશે. અને “CAREERS/CURRENT OPENINGS” તેના પર ક્લિક કરવું
  • “Recruitment of Junior Assistant Manager, (JAM) OR “Recruitment of Executives – Operations and Sales (ESO)” અને પછી “APPLY ONLINE” વિકલ્પ પર ક્લિક કરો જે નવી સ્ક્રીન ખોલશે.
  • ત્યારબાદ રજિસ્ટ્રેશન કરવા માટે, “Click here for New Registration” ટેબ પસંદ કરો અને તમારી બધી વિગતો ભરવાની રહેશે.
  • પછી તમારા મોબાઈલ પર પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ પણ મોકલવામાં આવશે.
  • ત્યારબાદ બધી જરૂરી વિગતો ભરી ને “SAVE AND NEXT” પર ક્લિક કરવાનું રહેશે.
  • અરજી ફોર્મ અને જો જરૂરી હોય તો તેમાં ફેરફાર કરો. એપ્લીકેશન ફોર્મ કાળજીપૂર્વક ભરવું જોઈએ અને વિગતો ચકાસવી જોઈએ અને ખાતરી કરો બધી વિગતો સાચી છે કે અંતિમ સબમિશન પહેલાં તે યોગ્ય છે.
  • ત્યારબાદ COMPLETE REGISTRATION BUTTON પર ક્લિક કર્યા પછી નવું પેજ ખુલશે. તેમ તમારે “Validate your details” અને “Save & Next” બટન પર ક્લિક કરવું.
  • ત્યારબાદ તમારે હવે તમારા ડોક્યુમેંટ્સ, ફોટો સિગ્નેચર અને અંગૂઠાની છાપ અપલોડ કરવાના રહેશે.
  • ફોટા ની સાઇઝ ઓછી કરવાની સરળ રીત જાણો
  • ત્યારબાદ COMPLETE REGISTRATION BUTTON પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારે અરજી માટે પેમેન્ટ કરવાનું રહેશે તેના માટે “Payment” બટન પર ક્લિક કરવું.
અરજી કરવા માટે વેબસાઇટઅહી ક્લિક કરો
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ06 ડિસેમ્બર 2023
નોટિફિકેશનડાઉનલોડ કરો

ભરતી માટે વારંવાર પૂછાતા પ્રશ્નો – FAQs

પ્ર.1 : IDBI બેંક ભરતી 2023 માટે છેલ્લી તારીખ શું છે?
જ : ભરતી 2023 છેલ્લી તારીખ 06 ડિસેમ્બર 2023 સુધી

પ્ર.2 : IDBI Bank Bharti 2023 ની સત્તાવાર વેબસાઇટ શું છે?
જ : IDBI બેંક ભરતી 2023 ની અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ https://ibpsonline.ibps.in/idbiesonov23

Scroll to Top