વર્લ્ડકપ ફાઈનલ હાર્યા પછી PM મોદીએ ડ્રેસિંગરૂમમાં જઈને ભારતીય ટીમનો જુસ્સો વધાર્યો

ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 6 વિકેટે હરાવીને જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વખત ચેમ્પિયન બની છે, જ્યારે ભારતનું ત્રીજી વખત ટાઇટલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. ઉપરાંત, ભારત દ્વારા યોજાયેલ ICC ODI વર્લ્ડ કપ 2023, ખૂબ જ નિરાશા સાથે સમાપ્ત થયો છે.ફાઈનલ મેચમાં હાર બાદ જ્યારે તમામ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં પહોંચ્યા તો તેઓ પોતાના પર કાબૂ ન રાખી શક્યા અને રડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ ડ્રેસિંગરૂમમાં જઇને ભારતીય ટીમનો જુસ્સો વધાર્યો હતો

ભારતનો કારમો પરાજય

વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું છે. આ રીતે ભારતીય ટીમનું ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું. ઓસ્ટ્રેલિયાને 241 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ઓપનર ટ્રેવિસ હેડ ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો રહ્યો હતો. વાસ્તવમાં, એક સમયે ઓસ્ટ્રેલિયાના ત્રણ બેટ્સમેન 48 રન પર પેવેલિયન પરત ફર્યા હતા, પરંતુ ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને ટીમ ઇન્ડિયાને કોઈ તક આપી ન હતી. ટ્રેવિસ હેડ 120 બોલમાં 137 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. તેણે પોતાની ઇનિંગમાં 15 ફોર અને 4 સિક્સર જ્યારે માર્નસ લાબુશેને 110 બોલમાં 58 રન બનાવ્યા હતા. તણ પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા ફટકાર્યા હતા. ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેન વચ્ચે 192 રનની ભાગીદારી થઈ હતી

મોદીએ ખેલાડીઓને સાંત્વના આપી

ભારતની હાર બાદ રેન્દ્ર મોદીએ ડ્રેસિંગ રૂમમાં પહોંચીને ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. ડ્રેસિંગ રૂમમાં પહોંચીને PMએ ખેલાડીઓને કહ્યું કે, વર્લ્ડકપ દરમિયાન તમારી પ્રતિભા અને દૃઢ નિશ્ચય અદ્ભુત હતો. તમે ખૂબ જ ભાવના સાથે રમ્યા અને દેશને ગૌરવ અપાવ્યું છે. અમે આજે અને હંમેશા તમારી સાથે છીએ. આ મેચ નિહાળવા માટે સ્ટેડિયમમાં VVIP નો જમાવડો હતો. મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદા અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પીએમ પણ હાજર રહ્યા હતા.

Leave a Comment