બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ને કારણે સતત ચર્ચામાં છે. આ ફિલ્મનો ક્રેઝ ભારતમાં જ નહીં વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આ ફિલ્મે શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ જવાનનો રેકોર્ડ બ્રેક કર્યો છે.
એનિમલ ફિલ્મ અમેરિકામાં 850થી પણ વધુ સ્ક્રીન પર ધમાલ મચાવશે તેવા સમાચાર પ્રત્યક્ષ આવ્યા છે. એનિમલ ફિલ્મ પાંચ ભા।ષા હિંદી, તેલુગુ, મલયાલમ સહિત કન્નડમાં રિલીઝ થવાની છે. ઉલ્લેખનીય છે કે, ન્યૂયોર્ક ટાઇમ્સ સ્કાયર બિલબોર્ડ પર એનિમલું ટીઝર બતાવવામાં આવ્યું હતુ. તેથી એનિમલ ફિલ્મ ભારતની પહેલી એવી ફિલ્મ છે જે વિદેશમાં આટલી વ્યાપક સ્ક્રીન પર રિલીઝ થશે.
Animal Movie Release Date : બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) અને સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના (Rashmika Mandanna) તેની આગામી ફિલ્મ ‘એનિમલ’ (Animal) ને કારણે સતત ચર્ચામાં છે. એનિમલ ફિલ્મ 1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મનો ક્રેઝ ભારતમાં જ નહીં વિદેશમાં પણ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં એનિમલ ફિલ્મ 888 સ્ક્રી પર રિલીઝ થવાની છે. આવી સ્થિતિમાં આ ફિલ્મે શાહરૂખ ખાન (Shah Rukh Khan) ની સુપરહિટ ફિલ્મ જવાન (Jawan) નો રેકોર્ડ બ્રેક કરી દીધો છે.
એનિમલ મુવીમાં રણબીર કપૂરે પોતાનું એક્ટિંગ અને પર્ફોમન્સથી બધાને ચકિત કરી દીધા છે. મહત્વનું છે કે, આ ફિલ્મમાં રણબીર કપૂરે પહેલીવાર ડાર્ક પાત્ર અદા કર્યું છે.
રસપ્રદ વાત એ છે કે, રણબીર કપૂરની ‘એનિમલ’ અને વિકી કૌશલની ‘સામ બહાદુર’ સિનેમાઘરોમાં ટકરાશે. ત્યારે કંઇ ફિલ્મ દર્શકોને વધુ પસંદ આવશે તે જોવું દિલચસ્પ છે.
એનિમલનું પ્રી-ટીઝર અને ટીઝર બંને રિલીઝ થઈ ગયું છે. હવે ચાહકો એનિમલના ટ્રેલરની રાહ જોઈ રહ્યા છે. એનિમલ ફિલ્મમાં અનિલ કપૂરને રણબીરના પિતાના રોલમાં બતાવવામાં આવ્યા છે.
રણબીર કપૂરની એનિમલની લંબાઈને લઈને પણ વિવિધ પ્રકારના સમાચાર આવી રહ્યા છે. આ ફિલ્મ 3 કલાકની હોવાનું કહેવાય છે. જ્યારે IMDBએ ફિલ્મની લંબાઈ 2 કલાક 6 મિનિટ જણાવી છે. જોકે, મેકર્સ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ફિલ્મનો ફર્સ્ટ લુક 11 જૂને બતાવવામાં આવ્યો હતો. એનિમલ પહેલા ઓગસ્ટ મહિનામાં રિલીઝ થવાની હતી. જો આ ફિલ્મ તે સમયે રિલીઝ થઈ હોત તો તે સની દેઓલની ‘ગદર 2’ સાથે ટક્કર લેત. પરંતુ તેની રિલીઝ ડેટ મોકૂફ રાખવામાં આવી હતી અને હવે આ ફિલ્મ 1લી ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.