મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં ધૂમ મચાવી દીધી છે. શમીને શરૂઆતમાં ટીમમાં સ્થાન મળ્યું ન હતું પણ જ્યારથી તે પ્લેઇંગ ઇલેવનમાં આવ્યો છે ત્યારથી તેણે કોઈ વિરોધી બેટ્સમેનને સેટ થવાની પણ તક આપી નથી. શમીએ તેના ચાહકોને જીતી લીધા છે અને તેમાં અભિનેત્રી અને મોડલ પાયલ ઘોષ પણ છે.
મોહમ્મદ શમીની બોલિંગથી પ્રભાવિત અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો છે.
View this post on Instagram
#Shami Tum apna English sudharlo, I’m ready to marry you 🤣🤣
— Payal Ghoshॐ (@iampayalghosh) November 2, 2023
આ દરમિયાન પાયલે શમીની પહેલી પત્ની હસીન જહાંનો સોશિયલ મીડિયા પર ક્લાસ લીધો હતો. પાયલે એક પોસ્ટમાં લખ્યું, કે મીડિયાના લોકો મને ફોન કરીને કહી રહ્યા છે કે શમીની પત્ની તેનું મનોબળ તોડવાનો પ્રયાસ કરી રહી છે. આ યોગ્ય નથી. અમે ઇચ્છીએ છીએ કે ભારત વર્લ્ડ કપ જીતે અને તે બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરે. હવે સમય આવી ગયો છે કે આપણે પુરુષો માટે પણ વાત કરીએ.
મોહમ્મદ શમીએ વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે 4 મેચમાં 7 ની એવરેજથી 16 વિકેટ ઝડપી છે. જેમાં બે વખત 5 વિકેટ ઝડપી છે. તેનું બેસ્ટ પ્રદર્શન 18 રનમાં 5 વિકેટ છે.