શુભમન ગિલ અને સારા તેંડુલકર કરશે લગ્ન! આ ખેલાડીએ ખોલી બંનેની પોલ

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓપનર શુભમન ગિલ તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે પોતાની લવ લાઈફને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાંક સમયથી શુભમન અને સારા રીલેશનશીપમાં છે એવી અટકળો ચાલી રહી છે. જો કે બંને તરફથી આ અંગે કોઈ રિએક્શન આવ્યું નથી. કેટલાંક દિવસો પહેલા સારા અલી ખાને કરણ જોહરના એક શો પર કહ્યું હતું કે ‘શુભમન ગિલ જે સારાને ડેટ કરી રહ્યો છે તે હું નથી.’ જે પછી સોશ્યલ મીડિયા યુઝર્સને વિશ્વાસ થઈ ગયો કે તે સારા તેંડુલકર જ છે જેને ગિલ ડેટ કરી રહ્યો છે. હવે હાલમાં જ એક વીડિયો સામે આવ્યો છે જેમાં યુએઈનો એક ખેલાડી સારા અને ગિલના રીલેશનશીપને કન્ફર્મ કરી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by @shubsara.love

થોડા દિવસો પહેલા સારા તેંડુલકર અને શુભમન ગિલ મુંબઈના એક મોલના લોન્ચિંગમાં સાથે જોવા મળ્યા હતા. જે બાદ સોશ્યલ મીડિયા પર બંને વચ્ચે રીલેશનશીપને ચર્ચા થઇ રહી હતી. હવે સોશ્યલ મીડિયા પર યુએઈનો ખેલાડી ચિરાગ સૂરી સારા અને શુભમન ગિલના લગ્નની વાત કરી રહ્યો છે. આ વીડિયોમાં એક ઈન્ટરવ્યુંમાં વાતચીત દરમિયાન રિપોર્ટર ચિરાગને પૂછે છે કે નેક્સ્ટ પ્લેયર કોણ હશે જે લગ્ન કરશે ? જેના જવાબમાં ચિરાગ શુભમન ગિલનું નામ લે છે.

Scroll to Top