શેર માર્કેટમાં રોકાણ કરવું છે? તો ફૉલો કરજો આ 7 ટિપ્સ, સફળતા તમારા કદમ ચૂમશે

stock market tips: રિસ્ક મેનેજમેન્ટ સફળ રોકાણકારોનો મંત્ર છે, જેના દ્વારા લાંબા ગાળે મોટી રકમ સરળતાથી બનાવી શકાય છે.

stock market tips: શેર બજારમાં રોકાણ કરનારા દરેક વ્યક્તિ રિર્ટન કમાવવા ઈચ્છે છે. પરંતુ બહુ ઓછા લોકો હોય છે જે આમાં સફળ થઈ શકે છે. જાણકારોનું એવું માનવું છે કે, જો કોઈ વ્યક્તિ શેર બજારમાંથી સારૂ કમાવવા ઈચ્છે તો તેને કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

લાંબા ગાળા માટે રોકાણ કરો
શેરબજારમાં સફળ થવા માટે, વ્યક્તિએ હંમેશા લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય સાથે રોકાણ કરવું જોઈએ. બજારમાં ઘણીવાર એવું જોવામાં આવ્યું છે કે યોગ્ય વ્યૂહરચના સાથે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્ય સાથે નાણાંનું રોકાણ કરનારા રોકાણકારોએ ટૂંકા ગાળાના રોકાણકારો કરતાં શેરબજારમાં અનેક ગણા વધુ નાણાં કમાયા છે.

રિસ્ક મેન્જમેન્ટ
રિસ્ક મેનેજમેન્ટ સફળ રોકાણકારોનો મંત્ર છે. જેના દ્વારા લાંબા ગાળે મોટી રકમ સરળતાથી બનાવી શકાય છે. જોખમ વ્યવસ્થાપન હેઠળ તમારે તમારી ક્ષમતા મુજબ જોખમ લેવાનું હોય છે. મોટા રોકાણકારો શેરબજારમાં તેમનું નુકસાન ઓછું કરવા અને નફો વધારવાનો પ્રયાસ કરે છે.

રિસર્ચ મહત્વનું
શેરબજારમાં સંશોધન કરવું ખૂબ જ જરૂરી છે. જો તમે કોઈ સંશોધન કર્યા વગર પૈસા રોકો છો તો તમારે મોટું નુકસાન થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિનને રિસર્ચ કર્યા પછી જ શેરબજારમાં રોકાણ કરવું જોઈએ. જો તમે રિસર્ચ નથી કરી શકતા તો ફાઈનાન્સિયલ એડવાઈઝરની સલાહ પણ લઈ શકો છો.

રોકાણ સારી કંપનીમાં કરવું
શેરબજારમાં મોટી સંખ્યામાં રોકાણકારો પેની સ્ટોકમાં રોકાણ કરીને પૈસા કમાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તેનાથી ઉંધું થાય છે. તમારે હંમેશા સારી કંપનીઓમાં જ રોકાણ કરવું જોઈએ.

તમારા પોર્ટફોલિયોમાં સુધારો લાવો
કોઈ પણ રોકાણકારનો પોર્ટફોલિયો ફક્ત શેરો પર કેન્દ્રિત હોવો જોઈએ નહીં. સોના, મ્યુચ્યુઅલ ફંડ્સ, ડેટ ફંડ્સ વગેરેનો સમાવેશ કરીને એક વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવવો જોઈએ. જેથી તમારા પોર્ટફોલિયોમાં બજારના ઘટાડા દરમિયાન વધુ ઘટાડો ન થાય.

Leave a Comment