રોજના 7 કલાકથી ઓછી ઊંઘ લેનારા સાવધાન! નહીં તો બની શકો છો હાર્ટ એટેક જેવી સમસ્યાનો ભોગ

ભાગદોડભર્યા જીવનમાં લોકો પાસે પૂરતી ઊંઘ લેવાનો પણ સમય નથી. સ્વસ્થ શરીર માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. યોગ્ય માત્રામાં ઊંઘ લેવાથી મગજ શાંત રહે છે અને પાચનક્રિયા તંદુરસ્ત રહે છે.

ભાગદોડભર્યા જીવનમાં લોકો પાસે પૂરતી ઊંઘ લેવાનો પણ સમય નથી. સ્વસ્થ શરીર માટે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે. યોગ્ય માત્રામાં ઊંઘ લેવાથી મગજ શાંત રહે છે અને પાચનક્રિયા તંદુરસ્ત રહે છે. રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. પૂરતી ઊંઘ ના લેવાને કારણે અનેક બિમારીઓ થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાંતો અનુસાર 7થી 9 કલાકની ઊંઘ લેવી જરૂરી છે.

હંમેશા થાક લાગવો- 7 કલાક કરતા ઓછી ઊંઘ લેવાને કારણે સ્લીપિંગ સાયકલ પર અસર થાય છે. જેના કારણે સવારે ઉઠીને થાક લાગે છે અને આખો દિવસ શરીર સુસ્ત રહે છે. જેના કારણે ફોકસ થતું નથી અને જે પણ કામ કરવામાં આવે તેના પર ખરાબ અસર થાય છે. નિર્ણયક્ષમતા અને વિચારક્ષમતા પર ખરાબ અસર થાય છે.

વજન વધવું- યોગ્ય માત્રામાં ઊંઘ ના લેવાને કારણે શરીરમાં ગ્રેલિન અને લેપ્ટિનનું સંતુલન બગડી જાય છે. ગ્રેલિનના કારણે ભૂખ વધુ લાગે છે, લેપ્ટિન પેટ ભરેલું હોવાન સંકેત આપે છે. પૂરતી ઊંઘ ના લેવાને કારણે ગ્રેલિનનું સ્તર વધી જાય છે, જેથી ભૂખ વધુ લાગે છે. કેલરી અને શુગરયુક્ત વસ્તુઓનું સેવન કરવાને કારણે લેપ્ટિનનું સ્તર ઓછું થઈ જાય છે. મુખ્યરૂપે આ હોર્મોનનું અસંતુલન સાંજે થાય છે, જેના કારણે વજન વધવા લાગે છે.

માનસિક સ્થિતિ પર અસર- અપૂરતી ઊંઘ લેવાને કારણે માનસિક પરિસ્થિતિ પર અસર થાય છે. વધુ સમય સુધી ઊંઘવાને કારણે બ્રેઈન પર અસર થાય છે. જેના કારણે માનસિક સમસ્યા થઈ શકે છે તથા સ્મરણશક્તિ પર અસર થાય છે.

હાર્ટ એટેક- જ્યારે સૂઈએ છીએ ત્યારે શરીરની આંતરિક સફાઈ થાય છે. ઊંઘ પૂરી ના થવાને કારણે શરીરમાંથી વિષાક્ત પદાર્થ સાફ થઈ શકતા નથી, જેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. હાર્ટ એટેક આવવાનું પણ જોખમ રહે છે.

7 કલાક ઊંઘ લેવી શા માટે જરૂરી છે?

7 કલાક દરમિયાન શરીર રિપેર મોડમાં જતું રહે છે. આ દરમિયાન કોશિકાઓ અને મસલ્સનું પુનર્નિમાણ થાય છે. જેથી તમે ફ્રેશ રહો છો. જેથી બ્રેઈન બૂસ્ટ થાય છે, તમે સંપૂર્ણપણે એલર્ટ રહો છો. યોગ્ય માત્રામાં ઊંઘ લેવાથી ઈમ્યૂન સિસ્ટમ યોગ્ય પ્રકારે કામ કરે છે. 7 કલાકથી ઓછી ઊંઘ લેવાને કારણે શરીર પર શું અસર થાય છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી

Scroll to Top