હાલમાં રાજ્યમાં શિયાળાની મૌસમ ધીમે ધીમે જામી રહી છે. હવામાન વિભાગ દ્વારા વાતાવરણ અંગે આગાહી કરી છે. જેમાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં 24 થી 28 નવેમ્બર સુધી વરસાદની આગાહી કરી છે. જ્યારે 25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે.
વિરાટ કોહલી બન્યો ‘પ્લેયર ઓફ ધ ટૂર્નોમેન્ટ’, ભીની આંખે હાથમાં પકડી ટ્રોફી, જાણો કોને કયો એવોર્ડ
રાજ્યમાં હાલ રાત્રે ઠંડી તેમજ સવારે ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. જેમાં રાજ્યનાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદની આગાહી
આ બાબતે હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહન્તીએ જણાવ્યું હતું કે, રાજ્યનાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યનાં અન્ય કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, ભરૂચ, આણંદ, વડોદરા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં આગાહી કરવામાં આવી છે. રાજકોટ, સુરેન્દ્ર નગર, બોટાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ભાવનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં પણ આગાહી કરવામાં આવી છે.
વર્લ્ડકપ ફાઈનલ હાર્યા પછી PM મોદીએ ડ્રેસિંગરૂમમાં જઈને ભારતીય ટીમનો જુસ્સો વધાર્યો
25 નવેમ્બર બાદ વધી શકે છે ઠંડીનો ચમકારો
પૂર્વીય પવનોથી આવતા ભેજનાં કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે 25 નવેમ્બર બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી25 અને 26 નવેમ્બરે ભારે વરસાદની સંભાવના 25 નવેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ વધી શકે છેઃ હવામાન વિભાગ