ઓસ્ટ્રેલિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ICC વન ડે વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. ભારતની હાર સાથે જ કરોડો ક્રિકેટ પ્રેમીઓના દિલ તૂટી ગયા હતા. 2 મહિના સુધી ચાલેલી ટૂર્નામેન્ટનો ઓસ્ટ્રેલિયાના ચેમ્પિયન બનાવની સાથે જ અંત આવ્યો હતો. આ મેચ અને ટીમ ઇન્ડિયાના પ્રદર્શન પર હવે વિશ્લેષણો શરૂ થઇ ગયા છે. ભારતમાં વર્લ્ડકપનું આયોજન હવે ફરી ક્યારે થશે તેને લઇને કેટલાક લોકો સવાલ કરતા જોવા મળી રહ્યાં છે.જોકે, હવે વધારે નિરાશ થવાની જરૂર નથી કારણ કે વર્લ્ડકપ માટે ભારતીયોએ વધુ રાહ જોવી નહીં પડે.
વર્લ્ડકપ ફાઈનલ હાર્યા પછી PM મોદીએ ડ્રેસિંગરૂમમાં જઈને ભારતીય ટીમનો જુસ્સો વધાર્યો
આ અલગ વાત છે કે સૌથી પહેલા ત્રણ વર્લ્ડકપ ઇંગ્લેન્ડમાં રમાયા હતા, તે પછી 1987માં પ્રથમ વખત વર્લ્ડકપ ઇંગ્લેન્ડની બહાર યોજાયો હતો પરંતુ હવે એવુ શક્ય નથી કે આગામી વર્લ્ડકપની યજમાની પણ તે દેશમાં જ થાય. આ કારણ છે કે આગામી વન ડે વર્લ્ડકપ 2027માં ભારત નહીં પણ દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયામાં થશે.
2011 અને પછી 2023માં ભારતમાં થયું વર્લ્ડકપનું આયોજન
ભારતે તે પછી વર્લ્ડકપના આયોજન માટે લાંબી રાહ જોવી પડી હતી અને 1999,2003,2007 ત્રણ વર્લ્ડકપ ભારતની બહાર થયા હતા. ભારતમાં વર્ષ 2011નો વર્લ્ડકપ યોજાયો હતો જેમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. તે પછી હવે વર્લ્ડકપ 2023ની યજમાની ભારતે કરી હતી અને જેમાં ભારતે ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
ICC જાહેર કરી 2023 વર્લ્ડકપ માટેની સર્વશ્રેષ્ઠ પ્લેઇંગ 11,લિસ્ટમાં 6 ભારતીયોને મળ્યું સ્થાન
બે વર્લ્ડકપ વચ્ચે અંતર
વર્લ્ડકપ એક દેશમાં થયા પછી તે દેશમાં યોજવા માટે ઓછામાં ઓછા 8થી 12 વર્ષનો સમય લાગે છે. ભારતમાં સૌથી પહેલા વન ડે વર્લ્ડકપનું આયોજન વર્ષ 1987માં થયું હતું. આ ટૂર્નામેન્ટની યજમાની ભારત અને પાકિસ્તાને સાથે મળીને કરી હતી. તે બાદ બીજો વર્લ્ડકપ 1996માં ભારત-પાકિસ્તાન અને શ્રીલંકામાં થયો હતો. તે સમયે પણ ભારતને આગામી વર્લ્ડકપ છોડીને ચોથા પછી છઠ્ઠા વર્લ્ડકપનું આયોજન કરવાની તક મળી હતી.
દરેક વખત ફોર્મેટ અલગ હોય છે?
અત્યાર સુધીના વન ડે વર્લ્ડકપના ફોર્મેટને જોઇએ તો દરેક વર્લ્ડકપનું એક જ ફોર્મેટ નહતું. આ કેટલાક વર્લ્ડકપમાં ભાગ લેનારી ટીમોની સંખ્યા પર નક્કી કરે છે. શરૂઆતમાં ઘણા ઓછા દેશ હોવાને કારણે વન ડે રમનારા તમામ દેશ તેમાં ભાગ લેતા હતા પરંતુ હવે વન ડે રમનારા દેશોની સંખ્યા વધતા ક્વોલિફાયર ટૂર્નામેન્ટ પણ થવા લાગી છે.
ભારતમાં યોજાશએ 15મો વન ડે વર્લ્ડકપ
હવે ભારતીય ફેન્સ માટે સારા સમાચાર આ છે કે વર્ષ 2031નો વર્લ્ડકપ ભારતમાં યોજાશે. આ વર્ષના 13માં વર્લ્ડકપ પછી ભારતને 15માં વર્લ્ડકપની યજમાની કરવાની તક પહેલા જ મળી ચુકી છે. 2031ના વર્લ્ડકપની યજમાની ભારત અને બાંગ્લાદેશ સાથે મળીને કરશે. આ નિર્ણય વર્ષ 2021માં જ થઇ ગયો હતો. આ પહેલા ભારત અને શ્રીલંકા મળીને 2026માં ટી-20 વર્લ્ડકપનું આયોજન કરશે.
શું હશે ફોર્મેટ?
આ વર્ષે વન ડે વર્લ્ડકપમાં 10 ટીમોએ બીજી ટીમ સાથે મેચ રમવાની હોય છે. આ લીગ મેચની 8 ટીમ આગામી વર્લ્ડકપ તો રમશે જ પરંતુ નીચેની બે ટીમે ક્વોલિફાયર રમવુ પડશે. 2031ના વર્લ્ડકપમાં 14 ટીમ 54 મેચ રમશે. જેમાં સાત ટીમના બે ગ્રુપ હશે જેની ટોપ 3 ટીમ સુપર સિક્સમાં જશે. સુપર સિક્સની ચાર ટીમ સેમિ ફાઇનલ રમશે.
આગામી વર્લ્ડકપમાં ભારતનો મુકાબલો દરેક ટીમ સામે નહી થાય જેમ આ વર્ષના વર્લ્ડકપમાં જોવા મળ્યું હતું. 2031ના વર્લ્ડકપમાં સેમિ ફાઇનલ પહેલા ટીમ વધુમાં વધુ 9 મેચ જરૂર રમશે અને ત્યારે ભારતીય ફેન્સે સુપર સિક્સના ગણિતમાં ફરી ઉલજવુ પડશે. આ રીતનો ફોર્મેટ 1999 અને 2003ના વર્લ્ડકપમાં પણ જોવા મળ્યો હતો. 2027ના વર્લ્ડકપમાં પણ આ ફોર્મેટ જોવા મળશે.